ભરૂચ : મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટની 4 દુકાનોના તાળા તૂટ્યા, પોલીસ તપાસ શરૂ...

ઝાડેશ્વર રોડ પર આવેલ મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અંદાજિત 4 જેટલી દુકાનોના તાળા તૂટતાં પોલીસ દોડતી થઈ હતી.

New Update
ભરૂચ : મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટની 4 દુકાનોના તાળા તૂટ્યા, પોલીસ તપાસ શરૂ...

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અંદાજિત 4 જેટલી દુકાનોના તાળા તૂટતાં પોલીસ દોડતી થઈ હતી.

માહિતી અનુસાર, ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર મકતમપુર નજીક આવેલ આવિષ્કાર એપાર્ટમેન્ટમાં વહેલી સવારે ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અંદાજે સવારે 5.30 કલાકે 4 જેટલી દુકાનો તસ્કરોના નિશાને ચઢતા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. અમુલ પાર્લર સહિત મેડિકલ સ્ટોર, કપડાંની દુકાન અને આઈસક્રીમ પાર્લર મળી 4 દુકાનોમાં ચોરી થઈ હતી. અમુલ પાર્લરના માલિકે સવારે દુકાને આવી જોતાં દુકાનનું તાળું તૂટેલું જ્યારે શટર અડધું ખુલ્લુ જણાતા તેઓએ સી’ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જેમાં પોલીસે દુકાન માલિકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, 500 મીટરના અંતરમાં જ સી’ ડિવિઝન પોલીસ મથક આવ્યું હોવાથી પોલીસ પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

Latest Stories