Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અયોધ્યાના મહામંડલેશ્વર સ્વામીએ સંભાળ્યું રામજાનકી સંકટ મોચન હનુમાનજી મંદિરનું સુકાન

અયોધ્યાથી પધારેલ મહામંડલેશ્વર પરસોત્તમ દાસજી મહારાજ તથા મહંત જેરામદાસજી મહારાજ હવે મંદિરનો સુકાન સંભાળવા જઈ રહ્યા છે.

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત નર્મદા નદી કેબલ બ્રિજ નીચેના રામજાનકી સંકટ મોચન હનુમાનજી મંદિરના નવા મહંત તરીકે અયોધ્યાથી પધારેલ મહામંડલેશ્વર પરસોત્તમ દાસજી મહારાજ તથા મહંત જેરામદાસજી મહારાજ હવે મંદિરનો સુકાન સંભાળવા જઈ રહ્યા છે.

ભરૂચન ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ કેબલ બ્રિજ નીચેના રામજાનકી હનુમાનજી મંદિરના મહંત મોહનદાસજીના અવસાન બાદ હવે તેઓની ગાદી ગુરુ પરંપરા અનુસાર સંતોની સેવા, ગૌમાતાની સેવા, દીન દુખિયાની સેવા, સંતો-મહંતોની સેવા તથા દિગંબર અખાડાનાની પરંપરાને અનુસરી હવે આ આશ્રમનો કાર્યભાર અયોધ્યાથી પધારેલ મહામંડલેશ્વર પરસોત્તમ દાસજી મહારાજ તથા મહંત જેરામદાસજી મહારાજ સાંભળવા જઈ રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ મહામંડલેશ્વર મહંત દ્વારા કરવામાં આવનાર છે. તો સાથે જ હવેથી અખંડ રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવશે તેવું સંતો-મહંતોએ જણાવ્યું હતું.

Next Story