Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અશાંતધારો લાગુ પડતાં વિસ્તારોમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા મહાઆરતીનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચના અશાંતધારો લાગુ છે એવા વિસ્તારોમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચના અશાંતધારો લાગુ છે એવા વિસ્તારોમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.અશાંતધારા અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચમાં ત્રણ પોલીસ સ્ટેશનની હદમાં રાજ્યના મહેસૂલ વિભાગે અશાંત વિસ્તાર ધારો લાગુ કર્યો છે. ભરૂચના જૂના શહેરી વિસ્તારમાં એ ડિવિઝન, બિ ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા 12-13 વિસ્તારોને આ એક્ટ હેઠળ સમાવી લેવાયા છે. અશાંત વિસ્તાર ધારા હેઠળ કોઈ મુસ્લિમ વ્યક્તિ પોતાની મિલકત હિંદુને વેચી ન શકે, ભાડે ન આપી શકે કે ટ્રાન્સફર પણ ન કરી શકે. આ જ પ્રમાણે હિંદુઓ પર પણ પોતાની મિલકત મુસ્લિમોને વેચવા, ભાડે આપવા કે ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ છે.પણ તે છતાં છેલ્લા થોડા વર્ષોમાં ભરૂચના જૂના વિસ્તારોમાં રહેતા હિંદુઓ મિલકતો મુસ્લિમોને વેચીને નવા વિસ્તારમાં જતા રહ્યા. ભરૂચમાં 29 ટકા મુસ્લિમ વસ્તી રહે છે. આ વિસ્તારોમાં તત્ર દ્વારા અશાંત ધારા હેઠળ જૂની કોર્ટ, પશ્ચિમ ચુનારવાડ, કબૂતરખાના, કાછલી પીઠ, કોઠી રોડ, જાલ્યા મસ્જિદ, સોનેરી મહેલ સર્કલ, દાંડિયા બજાર, હજી ખાના બજાર, મુસાફિરખાના સ્ટેશન, ફાટા તળાવ અને કસક મચ્છીવાડ ને સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે કાયદો ઘડાયા પછી પણ હાથીખાના અને બીજા વિસ્તારોમાં કાયદાનું પાલન ન કરીને મકાનોને વેચાણ તથા ભાડે આપવાનું કામ થતું હોવાથી સ્થાનિકો દ્વારા અવારનવાર પ્રશાસનને અને વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા હિંદુ જાગરણ મંચ દ્વારા અશાંત ધારો લાગના વિસ્તારોમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુ જાગરણ મંચના જિલ્લા અધ્યક્ષ કુણાલ ભાઈ ચાવડા, મુક્તાનંદ સ્વામી, સ્થાનિક આગેવાનો રહેવાસીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story