ભરૂચ: કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી ઉજવવામાં આવી

New Update
ભરૂચ: કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ

મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રહ્યા ઉપસ્થિત

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા અને દેશમાં તેમને કરેલ બલિદાન બદલ બંને મહાપુરુષોને યાદ કરવામાં આવ્યા હતા તે સાથે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંને મહાપુરુષોની આજે જન્મ જ્યંતી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે, આ બંને મહા પુરુષો આઝાદી ની લડત માં ખુબ જ મોટું યોગદાન આપેલું છે અને તેઓની પ્રેરણાથી દેશ વર્ષો જૂની અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો છે. સત્ય અને અહિંસા ના પૂજારી એવા મહાત્મા ગાંધીને આજે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના તમામ દેશો તેઓને યાદ કરી અને સન્માન કરશે.જેટલું માન દેશમાં મળે તેનાથી બમણું માન મહાત્મા ગાંધીને વિદેશોમાં મળે છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

આ કાર્યક્રમમાંમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલા, પ્રવક્તા નાઝૂ ફડવાલા,શહેર પ્રમુખ હરેશ પરમાર,નગર પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories