ભરૂચ: આમોદ ધર્મપરિવર્તનના મામલામાં પોલીસની મોટી કાર્યવાહી,4 આરોપીઓની ધરપકડ

આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે

ભરૂચ: આમોદ ધર્મપરિવર્તનના મામલામાં પોલીસની મોટી કાર્યવાહી,4 આરોપીઓની ધરપકડ
New Update

ભરૂચના આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તનના મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મામલામાં કુલ 9 પૈકી 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદના કાંકરિયા ગામના 37 પરિવારના 130 જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં DYSP કક્ષાએ તપાસ ચાલી રહી છે. આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ હાલના 9 આરોપી સિવાય બીજા પણ અન્ય આરોપી છે કે નહીં તે તપાસનો હાલ વિષય છે.

આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે. મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં DYSP એમ.પી. ભોજાણીએ તપાસ હાથ ધરી છે.આ માટે 3 અલગ અલગ ટીમો બનાવાઈ છે. ધર્માંતરણમાં સામેલ 9 પૈકીના 4 આરોપીઓ ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પુના પટેલ, અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવન પટેલની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.હિન્દુ સમાજના ગરીબ પરિવારોનું ગેરકાયદે ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં આમોદના બેકરીવાલા બંધુ એટલે કે શબ્બીર બેકરીવાલા અને સમજ બેકરીવાલા મુખ્યસુત્રધાર હોવાનું મનાઇ રહ્યું છે. બેકરીવાલા બંધુઓએ પહેલાં અજીત છગન વસાવાને ભોળવી તેનું અબ્દુલ અઝીઝ પટેલના નામે ધર્માંતરણ કરાવ્યુ હોવાની વિગતો મળી રહી છે. જે બાદ અબ્દુલ અઝીઝે અન્ય લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું.

#Bharuch #Connect Gujarat #Bharuch Police #Bharuch News #આમોદ #conversion case #Bharuch Aamod #ધર્મપરિવર્તન #KankariaVillage #આમોદ ધર્મપરિવર્તન #કાંકરીયા #આમોદ ધર્મપરિવર્તન કેસ
Here are a few more articles:
Read the Next Article