Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મરાઠી સમાજ માટે સંબંધોમાં મીઠાશ લાવવાનો તહેવાર એટલે મકરસંક્રાંતિ

ભરૂચ શહેરમાં પણ મરાઠી સમાજના લોકો મકરસક્રાંતિના દિવસે ઘરે તલસાંકડી, તલ તેમજ ગોળની વિવિધ વસ્તુઓ બનાવી એકબીજાને ખવડાવે છે.

X

ભરૂચ શહેરમાં પણ મરાઠી સમાજના લોકો મકરસક્રાંતિના દિવસે ઘરે તલસાંકડી, તલ તેમજ ગોળની વિવિધ વસ્તુઓ બનાવી એકબીજાને ખવડાવે છે.

સંક્રાંતિ નિમિતે મરાઠી સમાજમાં તલ અને ગોળ એકબીજાને ખવડાવી મોઢું મીઠું કરવામાં આવે છે અને એક લોકપ્રિય કહેવત બોલાય છે "તીલ ગુડ ગ્યા, ગોડ ગોડ બોલા". મકરસંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. ભરૂચ શહેરમાં પણ મરાઠી સમાજના લોકો મકરસક્રાંતિના દિવસે ઘરે તલસાંકડી, તલ તેમજ ગોળની વિવિધ વસ્તુઓ બનાવી એકબીજાને ખવડાવે છે એવું કહેવાય છે કે તલ અને ગોળ ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બગડેલા સંબંધો પણ આપણા સારા થાય છે દરેક રાજ્યોમાં અલગ અલગ સંસ્કૃતિઓમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.

Next Story