ભરૂચ:ન.પા.ના પૂર્વ નગરસેવક મનહર પરમાર પર હુમલો,સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમાર પર અંકલેશ્વર રોડ પર જીવલેણ હુમલો થતાં દોડધામ મચી જવા પામી હતી

New Update
ભરૂચ:ન.પા.ના પૂર્વ નગરસેવક મનહર પરમાર પર હુમલો,સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમાર પર અંકલેશ્વર રોડ પર જીવલેણ હુમલો થતાં દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમાર ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે જીત્યા હતા પણ 2017 માં થયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.તાજેતરમાં થયેલી નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર સામે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. તેઓ ગત રાત્રી દરમિયાન અંકલેશ્વરથી ભરૂચ આવવા નીકળ્યા હતા તે દરમિયાન સામ્રાજ્ય સોસાયટી નજીક કેટલાક અજાણ્યા શખ્સોએ મનહર પરમારની કારની આગળ પોતાનું વાહન ઉભુ રાખી અટકાવી ગાડીમાં બેઠેલા મનહર પરમાર પર જીવલેણ હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મનહર પરમારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.