ભરુચ : મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નિસહાય વૃદ્ધો માટે વિનામૂલ્ય ટિફિન સેવા શરૂ કરાઇ

ભરૂચની અબોલ જીવોની સેવા કરતી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નિસહાય વૃદ્ધો માટે વિનામૂલ્ય ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે.

ભરુચ : મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નિસહાય વૃદ્ધો માટે વિનામૂલ્ય ટિફિન સેવા શરૂ કરાઇ
New Update

અબોલ જીવોની સેવા કરવામાં અગ્રેસર મનમૈત્રી સેવા ફાઉન્ડેશન તેના સેવાકાર્યો થકી ભરૂચ શહેર અને જિલ્લામાં આગવી ઓળખ ઉભી કરી છે.મનમૈત્રી સેવા ફાઉન્ડેશને પોતાના સેવાકાર્યમાં વધુ એક સેવાકાર્યનો ઉમેરો કર્યો છે.70 થી વધુ વય ધરાવતા નિરાધાર, નિસહાય,એકાંત જીવન જીવતા, વિધવા વિધુર, નિસહાય દિવ્યાંગો માટે વિનામૂલ્ય ટિફિન સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.મનમૈત્રી સેવા ફાઉન્ડેશન સંચાલિત ગોવર્ધન ફ્રી ટિફિનસેવા શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં 70 થી વધુ વય ધરાવતા આઠ વૃદ્ધોને ટીફીન પહોંચાડવામાં આવ્યું હતું.ભરૂચ શહેરમાં કોઈ વૃદ્ધ જો આસપાસ હોઈ અને તેમનો સંપર્ક કરાવામાં આવશે તો તેમને વિનામૂલ્ય ટિફિન સેવા પૂરી પાડવામાં આવશે.

#Bharuch #Connect Gujarat #bharuchnews #Manmaitri Seva Foundation #Tifin Service #helpless elderly #ભરુચ #મનમૈત્રી સેવા ફાઉન્ડેશન #વિનામૂલ્ય ટિફિન સેવા
Here are a few more articles:
Read the Next Article