/connect-gujarat/media/post_banners/1f51fbf85b0f22a7f209d3e7a17ba537c04586b3edb83c31b984c0d7e6d840f3.jpg)
ભરૂચમાં રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
ભરૂચમાં રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી નિમિતે રંગ અવધૂત દત્ત પરિવાર દ્વારા નવડેરા દત્ત મંદિરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ભરૂચ નીલકંઠ ઉપવન ખાતે બે દિવસીય રંગ અવધૂત જન્મજયન્ટિ અને પાટોત્સવની ભવ્ય ઉજવણી શનિવારથી થઈ રહી છે. દત્તોપાસક પરિવાર દ્વારા રંગ અવધૂત મહારાજની 125 મી જન્મજયંતી અને દત્તમૂર્તિનો 71 પાટોત્સવ ભવ્ય મનોરથ સાથે ઉજવાય રહ્યો છે. શનિવારે નીલકંઠ ઉપવન ખાતે સાંજે દત્તમંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. રવિવારે સવારથી 125 પાદુકાજીનું સામૂહિક પૂજન અર્ચન કરાયું હતું.