Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો; લાભાર્થીઓને વિવિધ સરકારની યોજનાકીય લાભોનું કરાયું વિતરણ

X

ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે ભરૂચ જિલ્લાના જંબુસરના સ્વામિનારાયણ મંદિર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો હતો. ભરૂચના જંબુસર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-ભરૂચના સચિવ જે. ઝેડ. મહેતા સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રાસંગિક ઉદ્ભોદનમાં જે. ઝેડ. મહેતાએ જણાવ્યુ હતું કે, ન્યાયિક સેવાએ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. નેશનલ લીગલ સર્વિસ,રાજય લીગલ સર્વિસ, જિલ્લા અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટી દરેકને મફત-કાનુની ન્યાય-સહાય મળે તે માટે સતત કાર્યરત છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આઝાદીની અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે યોજાયેલ લીગલ સર્વિસ કેમ્પના માધ્યમથી છેવાડાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનોને કેન્દ્ર – રાજય સરકારની યોજનાઓની જાણકારી મેળવી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા- તાલુકાની વિભિન્ન કચેરીઓના અધિકારીઓ ધ્વારા સરકારની જુદી- જુદી યોજનાઓની માહિતી આપી સૌ કોઇ નાગરિકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં ખેતીવાડી શાખા, જિલ્લા રોજગાર કચેરી, સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ, વન વિભાગ, બાગાયત વિભાગ, મામલતદાર કચેરી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા વિકાસ અધિકારી જેવી વિવિધ કચેરીઓના ર૪ જેટલા સ્ટોલ લગાવી લાભાર્થીઓને માર્ગદર્શન આપી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા.

Next Story