Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વટારીયાની ગણેશ સુગરમાં કસ્ટોડીયનની નિમણુંક રદ કરવા સભાસદોની રજુઆત

સરકારે કરેલી કસ્ટોડીયનની નિમણુંકને રદ કરી વ્યવસ્થાપક મંડળની ચુંટણી કરાવવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર અપાયું.

X

ભરૂચની વટારીયા સુગર ફેકટરી છેલ્લા ઘણા સમયથી વિવાદના વમળમાં ફસાય છે.. સરકારે કરેલી કસ્ટોડીયનની નિમણુંકને રદ કરી વ્યવસ્થાપક મંડળની ચુંટણી કરાવવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર અપાયું....

ભરૂચ જિલ્લાના સહકારીક્ષેત્રમાં પણ હવે રાજકારણનો પેસારો થતાં રાજકીય દ્રેષભાવ જોવા મળતો હોવાની ચર્ચા ચારેકોર ચાલી રહી છે. વટારીયા ખાતે આવેલી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પુર્વ ચેરમેન સંદિપ માંગરોલા સામે કરોડો રૂપિયાની ઉચાપત અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. વટારીયા સુગરમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે સરકારે કસ્ટોડીયનની નિમણુંક કરી છે. કસ્ટોડીયનની નિમણુંક રદ કરી વ્યવસ્થાપક મંડળની ચુંટણી કરાવવામાં આવે તેવી સભાસદો અને ખેડુતો માંગણી કરી રહયાં છે.

૧૮ હજાર સભાસદો ધરાવતી ગણેશ સુગર ફેકટરીમાં ભરૂચ અને સુરત જિલ્લાના ૯ તાલુકાના ગામોના ખેડૂતો નિર્ભર છે. ત્યારે તેમની હાલત પણ કફોડી બની છે. વધુમાં સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ ન કરવામાં આવે એવી પણ ખેડૂતોની લાગણી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે..

Next Story