Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દહેજમાં પરપ્રાંતિય કામદારની હત્યા,પગાર બાબતે ઝઘડો થતા લોખંડનો સળીયો મારી કરવામાં આવી હત્યા

ભરૂચના દહેજની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપની લેબર કોલોનીમાં રહેતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે પગાર બાબતે ઝગડો થતાં એક કામદારે બીજા કામદારને લોખંડનો સળિયો મોઢા પર મારી દેતા તેનું મોત નિપજયુ હતું.

X

ભરૂચના દહેજની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપની લેબર કોલોનીમાં રહેતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે પગાર બાબતે ઝગડો થતાં એક કામદારે બીજા કામદારને લોખંડનો સળિયો મોઢા પર મારી દેતા તેનું મોત નિપજયુ હતું.

ભરૂચના દહેજની રૂચિ પેટ્રો પ્લાસ્ટ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલ લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના લાલબહાદુર કદીર ગૌતમ અને ઉત્તરપ્રદેશના અવધેશ ડોબાર ગૌતમ વચ્ચે પગાર બાબતે બોલાચાલી થઈ હતી.બન્ને વચ્ચે ગાળા ગાળી બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉશ્કેરાયેલા લાલબહાદુર કદીર ગૌતમ લોખંડના સળીયા વડે અવધેશ ગૌતમ પર તૂટી પડી માર માર્યો હતો.આ બાબતે સુપર વાઈઝર હાર્દિકને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્ત અવધેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા આ બાબતે દહેજ પોલીસને જાણ કરી હતી.દહેજ પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચ: દહેજમાં પરપ્રાંતિય કામદારની હત્યા,પગાર બાબતે ઝઘડો થતા લોખંડનો સળીયો મારી કરવામાં આવી હત્યા

Next Story