Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાથીખાનામાંથી હિન્દુઓની હિજરત,શું વિદેશી પરિબળો છે જવાબદાર ?જુઓ ઇનસાઇડ સ્ટોરી

X

ભરૂચના કાંકરીયામાં ધર્મપરિવર્તનના મામલા સાથે હાથીખાના બજાર વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા હિન્દુ પરિવારો હિજરત કરી રહ્યા હોવાના આક્ષેપ વચ્ચે આ સમગ્ર મામલામાં વિદેશી ફંડિંગ જવાબદાર હોવાના હિન્દુ સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે.

ભરૂચમાં કાંકરિયા ધર્મપરિવર્તન મામલો પ્રકાશ છે તો બીજી તરફ હાથીખાના તથા આસપાસના વિસ્તારમાં અશાંતધારાનો અમલ થતો નહિ હોવાથી થોડા દિવસો પહેલાં સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો હતો. મકાનો તથા મંદિરો પર આ મિલકતો વેચવાની છે તેવા બેનર્સ લગાવવામાં આવ્યાં હતાં ત્યાર બાદ એક વિવાદાસ્પદ ચેટ સામે આવી હતી . જેમાં લઘુમતી સમાજના લોકો હીંદુઓને ઉંચી કિમંતો આપી મકાનો વેચવા દબાણ કરી રહયાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી. આ મામલામાં કનેક્ટ ગુજરાત દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં પરશુરામ દાનાણી નામની એક વ્યક્તિએ પોતાની મિલકત જયશ્રી બહેનને ઈંટવાલાને આપી હતી અને બે મહિનામાં આ મિલકત જયશ્રી બહેનના નામથી નિલોફર પઠાણને વેચી દીધી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં અશાંતધારાના કોઈ પણ નીતિ નિયમોનો અમલ ન થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

આ વિસ્તારમાં 35 વર્ષથી રહેતા હિતેશ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અશાંતધારો માત્ર કાગળ પર છે. અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં અન્ય કોમના લોકો અહીં મકાનો ખરીદી રહ્યા છે. જેના કારણે હિન્દુઓને સ્થળાંતર કરવું પડે છે. સરકાર પાસે એક જ માંગ છે કે અશાંતધારનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તો સાથે જ એક મહિલાએ પણ આ અંગે આક્રોશ ઠાલવ્યો હતો અને અશાંતધારાનું સંપૂર્ણ પાલન કરાવવાની માંગ કરી હતી

આ સમયાનુ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ વિસ્તારમાં મકાન વેચવાના છેના બેનર લાગવાયા હતા જે બાદ વિદેશી નંબર પરથી મકાન ઊંચી કિમતે ખરીદવાના વોટસએપ મેસેજ કર્યા હતા આ અંગે ભારતીય સંત સમાજના મંત્રી મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું કે આ સમગ્ર મામલે પ્રશાસનની નિષ્ક્રિયતા છે અને વિદેશી ફંડિંગ દ્વારા આ વિસ્તારમાંથી હિંદુઓને દૂર કરવાનું ષડયંત્ર છે. વહીવટી તંત્ર પગલા લે તે જરૂરી છે

ભરૂચ જિલ્લાના કાંકરિયા ગામમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે હતો જેમાં 150થી વધુ હિન્દુ આદિવાસી પરિવારોને લાલચ આપીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો અને આ મામલામાં પણ પોલીસે વિદેશથી મેસેજ મોકલનાર વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે તો પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.

Next Story