Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયું

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 3 જેટલા વિકાસ કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયું
X

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 3 જેટલા વિકાસ કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચમાં ધારાસભ્યને મળતી નોન પ્લાન ગ્રાન્ટનું સંચાલન અને કાર્ય જીલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. જે ગ્રાન્ટમાંથી રૂ. 1 કરોડથી વધુના ખર્ચે ઝાડેશ્વર-GNFC ગેટ, સર્વેશ્વર નગરથી LPG પંપ સુધી બ્લોક, દૂધધારા ડેરીથી ભોલાવને જોડતો RCC માર્ગ અને HDFCથી નંદીની પાર્ક સુધી RCC માર્ગનું નિર્માણ કરવામાં આવશે. જે ત્રણ માર્ગોનું આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે દૂધધારા ડેરી-ભોલાવ નજીક ખાતમુહુર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ખાતમુહુર્ત પ્રસંગે જીલ્લા પંચાયતના બાંધકામ શાખાના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ આમંત્રિતો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story