ભરૂચ: વેજલપુર વિસ્તારમાં આવેલ અંબે માતા વિદ્યાલયમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો સન્માન સમારોહ યોજાયો

જિલ્લા રચનાત્મક ક્લ્યાણ ટ્રસ્ટ અને અંબે માતા વિદ્યાલય દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: વેજલપુર વિસ્તારમાં આવેલ અંબે માતા વિદ્યાલયમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો સન્માન સમારોહ યોજાયો

ભરૂચ જિલ્લા રચનાત્મક ક્લ્યાણ ટ્રસ્ટ અને અંબે માતા વિદ્યાલય દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના વેજલપુર વિસ્તારમા આવેલ અંબે માતા વિદ્યાલય ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશમિસ્ત્રી, શહેર ભાજપના મહામંત્રી દીપક મિસ્ત્રી, જીગ્નેશ મિસ્ત્રી સહિત શાળાના પ્રમુખ, આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવનાર ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું