ભરૂચ : લુપ્ત થતી સૂજની હસ્તકળાને ટકાવી રાખવા “સૂજની રેવા સેન્ટર”નું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું...

સૂજનીની અદભૂત અને બેનમૂન હસ્તકળા ઉત્પાદનના વણાટકામની તાલીમ માટે રોશની પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચમાં સૂજની રેવા સેન્ટરનું જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : લુપ્ત થતી સૂજની હસ્તકળાને ટકાવી રાખવા “સૂજની રેવા સેન્ટર”નું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું...
New Update

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “લોકલ ફોર વોકલ"ના આહ્વાવાનને ચરિતાર્થ કરતી તેમજ લુપ્ત થઈ રહેલી સૂજનીની અદભૂત અને બેનમૂન હસ્તકળા ઉત્પાદનના વણાટકામની તાલીમ માટે રોશની પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચમાં સૂજની રેવા સેન્ટરનું જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

“जिंदगी के हर कदम पर जिंदा है रोशनी, हर राह, हर मोड़ पर मिल जाए रोशनी ; मुजमे ही है मेरी रोशनी | આ પંક્તિઓને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિલાસી તાલીમાર્થીઓને ગુણાત્મક તાલીમ થકી લુપ્ત થઈ રહેલ 'સૂજની"ની અદભૂત અને બેનમૂન હસ્તકળા ઉત્પાદનનું વણાટકામ શીખવાની અને સ્વાયત્ત બનાવવાની અનોખી CSR પહેલનો શુભારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રાસંગીક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "લોકલ ફોર વોકલ"ના આહ્વાવાનને ચરિતાર્થ કરતી પહેલ સ્વરૂપે લુપ્ત થવાને આરે આવેલ સૂજની ઉત્પાદન કળા તથા તે સાથે સંલગ્ન કારીગરોના જીવનને અંધકારમાંથી ઉજાસ તરફ લાવવા રોશની પ્રોજેક્ટને અનોખી પહેલ ગણાવી હતી. આ ઉપરાંત તેમણે ઉમેરતા કહ્યું હતું કે, આપણા દેશને જ્યારે G-20નું પ્રતિનિધિત્વ સમગ્ર વર્ષ માટે મળ્યું છે, ત્યારે “એક જિલ્લા એક પ્રોડક્ટ”ની પસંદગીમાં ભરૂચ જિલ્લામાંથી સૂજનીને પ્રતિનિધિત્વ મળ્યું છે, ત્યારે તેને પુન: જીવીત કરવાના આ પ્રોજેક્ટ માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

સૂજની રેવા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ જણાવ્યુ હતું કે, ઐતિહાસિક જગ્યા કે, જેમાં પોર્ટ એક સમયમાં અસ્તિત્ત્વ ધરાવતું હતું, ત્યાંથી જ રોશની પ્રોજેક્ટનો શુભારંભ થતા પ્રસન્તા વ્યક્ત કરું છું. તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લાના દરેક નાગરીકના સપનાને પૂર્ણ કરવા માટે માધ્યમ બનશે કે, જેના વડે અદભૂત અને બેનમુન એવી સૂજનીને સમગ્ર વિશ્વમાં પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી. સુજનીવાલા પરિવારે આ કળાના મૂળ સાથે સંલગ્ન રહીને કળાને જીવંત રાખવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે. આ પ્રોજેક્ટ થકી આ મૂળને હવે આગામી 3થી 4 વર્ષમાં જ વટવૃક્ષ બનીને ખીલી ઉઠવાનું છે, જે મુજબ આગામી ટૂંક સમયમાં વિશ્વ ફલક પર નિકાસ કરવાની તેમણે નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માસ્ટર ટ્રેઈનરને નિમણૂક પત્રો તથા સંસ્થાના 5 સભ્યોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ સૂજની ઉત્પાદન અને વેચાણ સહકારી મં.લી. ભરૂચના નોંધણી પ્રમાણપત્ર મંડળીના પ્રમુખ રીઝવાના જમીનદારને એનાયત કરાયું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ, જિલ્લા ઉધોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશ્નર જે.બી.દવે, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોરદરિયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #inaugurated #MLA Ramesh Mistry #Sujni Reva Centre #Sujni craft
Here are a few more articles:
Read the Next Article