/connect-gujarat/media/post_banners/7265e9a9b5ce5e848a97b869e7f5e4b1a23f73b18557469e342c0f7484d87045.jpg)
ભરૂચના વોર્ડ નંબર 4 માં જગન્નાથ મંદિરથી અપના ઘરના થઈને મુખ્ય માર્ગના નવીનીકરણ કરવા માટેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં15 મા નાણાપાંચ યોજના અંતર્ગત રૂ. 48 લાખના ખર્ચે મંજુર થયેલ વોર્ડ નંબર 4 જગન્નાથ મંદિરથી અપના ઘર સોસાયટી થઈ મુખ્યરસ્તા સુધી આર.સી.સી ટ્રીમિક્સ રોડ બનાવવાના અંગેના કામનું ખાતમુહૂર્ત ભૃગુબ્રિજની નીચે ગુજરાત ગેસ કંપની પાસે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તેમજ પાલિકા પ્રમુખ, અને સ્થાનિક નગર સેવકોના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા ભાજપ અગ્રણી દિવ્યેશ પટેલ,પાલિકાના ઉપ પ્રમુખ અક્ષય પટેલ, સહિત નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા