Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પર્યાવરણ માટેની જીવનશૈલી અભિયાન અંતર્ગત ત્રિપલ-R સેન્ટરનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદઘાટન...

X

પર્યાવરણ માટેની જીવનશૈલી અભિયાન અંતર્ગત ભરૂચમાં નગરપાલિકા દ્વારા પાંચબત્તી વિસ્તાર સ્થિત રંગ ઉપવન નજીક રિડ્યુસ, રિયુઝ, એન્ડ રિસાયકલ સેન્ટર એટલે કે, ત્રિપલ-R સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ માટેના જીવનશૈલી અભિયાનના આહ્વાન અંતર્ગત રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલ એટલે કે, ત્રિપલ-R સેન્ટરનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા પાંચબત્તી વિસ્તાર સ્થિત રંગ ઉપવન નજીક તા. તા. 20 મેથી તા. 6 જૂન સુધી ત્રિપલ-R સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, ત્યારે આ સમયગાળા દરમ્યાન ભરૂચના નાગરિકોને “મેરી લાઈફ, મેરા સ્વચ્છ શહેર” અભિયાન અંતર્ગત ઉપરોક્ત ત્રિપલ-R પર વપરાયેલ પ્લાસ્ટિકની વસ્તુઓ, જૂના પુસ્તકો, વપરાયેલ કપડાં અને ફૂટવેરની સહિતની ચીજ વસ્તુઓ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા નિયુક્ત કરાયેલ એજન્સી મારફતે આ તમામ વપરાયેલ વસ્તુઓનું નવીનીકરણ, પુન: ઉપયોગ અથવા રિસાયકલ કરવામાં આવશે. ભરૂચના સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાય અભિયાનને સફળ બનાવે તે માટે પાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, પાલિકા સભ્યો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story