ભરૂચ:નંદેલાવ ખાતે બની રહેલા ફ્લાય ઓવર બ્રિજના નિર્માણકાર્યની MLA રમેશ મિસ્ત્રીએ કરી સમીક્ષા

શહેર નજીકથી પસાર થતાં એબીસી સર્કલથી દહેજ,જંબુસરને જોડતા મુખ્ય માર્ગો પર અવારનવાર પિક અવર્સ માં ટ્રાફિકજામ ના દ્રશ્ય જોવા મળી રહ્યા છે

New Update
ભરૂચ:નંદેલાવ ખાતે બની રહેલા ફ્લાય ઓવર બ્રિજના નિર્માણકાર્યની MLA રમેશ મિસ્ત્રીએ કરી સમીક્ષા

ભરૂચના નંદેલાવ ખાતે બની રહેલા ફ્લાય ઓવર બ્રિજના નિર્માણકાર્ય દરમિયાન ઉદભવતી સમસ્યાઓના નિરાકરણ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સ્થળ મુલાકાત લઈ સ્થાનિકોને સાંભળ્યા હતા

ભરૂચ શહેર નજીકથી પસાર થતાં એબીસી સર્કલથી દહેજ,જંબુસરને જોડતા મુખ્ય માર્ગો પર અવારનવાર પિક અવર્સ માં ટ્રાફિકજામ ના દ્રશ્ય જોવા મળી રહ્યા છે જેના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા એબીસી સર્કલ થી જંબુસર બાયપાસ પર આવેલા ઓવરબ્રિજ જોડતો એક એલિવેટર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનું કામ હાલ યુદ્ધની ગતિએ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રાફિક થી અતિ વ્યસ્ત ધરાવતા આ મુખ્ય માર્ગ પર એલિવેટર બ્રિજનું કામ શરૂ થતા ટ્રાફિકની સમસ્યા બમણી જોવા મળી છે અવારનવાર ડાઈવરજન ન હોવાના કારણે ટ્રાફિકજામ ની સમસ્યા સવારે અને સાંજના સમયના જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકો સહિતના લોકોને કલાકો સુધી ટ્રાફિકજામ માં ફસાઈ જવાનો વારો આવી રહ્યો છે જેને લઇ આજુબાજુની સોસાયટી, નંદેલાવ ઉમરાજ ગ્રામ પંચાયતના સભ્યો સહિતના લોકોએ આ કામ બાબતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ને જાણ કરતા આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓ સાથે સ્થળ પર મુલાકાત કરી ટ્રાફિક સમસ્યાને નિવારણ માટે ની ચર્ચા વિચારણા કરી વહેલી તકે ટ્રાફિક જામની સમસ્યાને ઉકેલવા હાકલ કરી હતી.