Connect Gujarat
ભરૂચ

ભરૂચ : તવરા ગામે છેલ્લા 15 દિવસમાં 40થી વધુ ટ્રેક્ટરની બેટરી ચોરી, ખેડૂતોની હાલત કફોડી...

ભરૂચ જિલ્લાના તવરા ગામે ખેતરોમાંથી મોટા પ્રમાણમાં વીજવાયરોની ચોરીઓ અને મોટરોની ચોરીઓનો બનાવો તો યથાવત રહ્યા છે.

X

ભરૂચ તાલુકાના તવરા ગામે ખેતરોમાં લગાવેલ પાણી માટેની મોટરો અને વીજ વાયરોની ચોરીઓ બાદ હવે ગામના ખેડૂતોના ઘર આંગણે પાર્ક કરેલા ટ્રેક્ટરની બેટરીઓની ચોરીઓ છેલ્લા 15 દિવસમાં 40થી વધુ બેટરીઓની ચોરી થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ભરૂચ જિલ્લાના તવરા ગામે ખેતરોમાંથી મોટા પ્રમાણમાં વીજવાયરોની ચોરીઓ અને મોટરોની ચોરીઓનો બનાવો તો યથાવત રહ્યા છે. પરંતુ હવે તો ઘર આંગણે ખેડૂતોના ટેકરોમાંથી બેટરીઓની ચોરી થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. તવરા ગામે ખેડૂતોના ખેતરોમાં ભૂંડ અને રોઝનો ઉપદ્રવ વધી રહ્યો છે. ગામની સીમમાં થતા પાક શેરડી તુવેર કપાસ શાકભાજી પાક જેવા અન્ય પાકોમાં પણ આ રોજા અને ભૂંડ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરતા હોય છે. જેને લઇ ખેડૂતો પર આભ તૂટી નીકળ્યું છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ભૂંડ અને રોઝથી નુકસાન અટકાવવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં બાઉન્ડ્રી પર અલગ અલગ પ્રકારના અવાજો કરતા મશીનો લગાડવામાં આવી રહ્યા છે.

જેથી ખેતરમાં આવતા રોઝ કે ભૂંડ આ અવાજથી દૂર ભાગતા હોય છે, આવા નાના-મોટા પ્રયાસો ખેડૂતો પોતાનો પાક બચાવવા કરતા હોય છે, તથા ખેતરોમાં ચાલતા પાણીના કુવાની મોટર કે, ખેતરોમાં લગાવેલા લાઈટોના વીજ વાયરો કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ વાયરોની અને મોટરોની ચોરી કરી ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે. તવરા ગામના તમામ ખેડૂતો ખેતરોમાંથી વીજ વાયરો અને મોટરોની ચોરીઓની ફરિયાદો તો ઉઠાવી રહ્યા છે, ત્યારે ઘર નજીક પાર્ક કરેલા ખેડૂતોના સાધનો કે, જેવા કે ટ્રેક્ટરમાંથી બેટરીઓની ચોરી છેલ્લા 15 દિવસમાં 40થી વધુ બેટરીઓની ચોરી થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ઘણા સમય પહેલા આ બાબતની રજૂઆતો ભરૂચ સી’ ડિવિઝન પોલીસ સ્ટેશને ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી, ત્યારે હવે ખેડૂતો દ્વારા આ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Next Story