Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આકરી ગરમી વચ્ચે હીટસ્ટ્રોકને લગતા 400થી વધુ કેસ નોંધાયા, 108 એમ્બ્યુલન્સ દોડતી રહી

જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોકને લગતા 441 કેસો ૧૦૮ ઈમરજન્સીમાં સેવામા નોંધાયા છે.

X

ભરૂચ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોકને લગતા 441 કેસો ૧૦૮ ઈમરજન્સીમાં સેવામા નોંધાયા છે.

તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી-લુના કારણે તાકીદે સારવાર આપી 108 ઈમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં વિગતવાર જોઈએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 106 જેટલા કેસ ખેંચ કે ચક્કર આવવાના, ત્રણ જેટલા કેસો તીવ્ર માથું દુખાવાના, 54 જેટલા કેસો તાવના અને 124 જેટલા કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે જેમને પ્રી-ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બાબતે 108 પોગ્રામ મેનેજર ધવલ પારેખએ જણાવ્યું હતું કે ગરમીના સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળવું,જો બહાર જવાનું થાય તો સુતરાઓ કપડાં પહેરવા,પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવુ,નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવુ જોઈએ

Next Story