Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મંદિર વેચવાનું છેના બેનર લગાવવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ,જુઓ શું આપી પ્રતિક્રિયા

જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાંની મિલકત વેચાણ પર નિયંત્રણ આવી જાય છે

X

ભરૂચના હાથીખાના વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થતો હોવાના આક્ષેપ સાથે મંદિર વેચવાનું છેના બેનર લગાવવાના વિવાદમાં સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ આ પ્રકારના બેનર સામે વિરોધ નોંધાવ્યો છે અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી છે.

સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવે છે॰ જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાંની મિલકત વેચાણ પર નિયંત્રણ આવી જાય છે. ભરૂચ શહેરમાં આશ્ચર્યજનક બેનર જોવા મળી રહ્યા છે. ભરૂચના હાથીખાના વિસ્તારમાં મંદિર વેચવાનું છેના બેનર લાગ્યા છે. આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા તેનો અમલ કરવામાં ન આવતા સ્થાનિકોએ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે ત્યારે આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પણ પ્રતિક્રિયા આપતા જણવ્યું હતું કે આ અશાંતધારો જેતે વિસ્તારમાં લગાડવામાં આવ્યો છે તેનો અમલ વહેલી તકે થવો જોઈએ ઘર વેચવાના છેની વાત સુધી બરાબર છે પણ જે મંદિરો વેચવાના બેનરો લાગ્યા છે એ ખોટું છે હું પણ માનું છું કે અશાંતધારો લાગુ પડવો જોઈએ પણ જે રીતે મંદિરો વેચવાની વાત છે એનો વિરોધ કરું છું.

આ તરફ સમગ્ર વિવાદ અંગે ભરૂચના પ્રાંત અઘીકારી એન.આર.પ્રજાપતિનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં અશાંતધારાની અમલવારી થાય જ છે અને બેનર બાબતે પોલીસ તપાસ કરી રહી છે

Next Story