ભરૂચ: સાંસદ મનસુખ વસાવાનું નિવેદન ,2024માં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે

મનસુખ વસાવાએ જણાવ્યુ કે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે

New Update
ભરૂચ: સાંસદ મનસુખ વસાવાનું  નિવેદન ,2024માં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે

ઉત્તરાયણના પર્વ પર મનસુખ વસાવાનું નિવેદન

મનસુખ વસાવાએ ઉત્તરાયણના પર્વની કરી ઉજવણી

એકમેકને પર્વની પાઠવી શુભકામના

મનસુખ વસાવાનું નિવેદન

2024માં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે

ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ લોકોને મકરસંક્રાંતિના પર્વની શુભકામના પાઠવી હતી આ પ્રસંગે તેઓએ જણાવ્યુ હતું કે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે આજે મકરસંક્રાંતિ પર્વ અને આં દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે.જેનું ધાર્મિક.મહત્વ તો ઘણું છે.પરંતુ આં પર્વને બધા પોતાના ધાબા પરથી પતંગ પણ ચઢાવી ઉજવણી કરે છે.

જેમ સામાન્ય લોકો પોતાના ઘરના ધાબા પરથી પતંગ ચકાવે છે તેમ નેતા અભિનેતાઓ પણ પતંગ ચકાવતા જોવા મળે છે ત્યારે છેલ્લા છ ટર્મથી જંગી બહુમતીથી લોકસભા ભરૂચ જીતતા સાસંદ મનસુખ વસાવા માટે આગામી 2024ની લોકસભાની ચૂંટણીએ 7મી ટર્મ છે. ત્યારે તેઓ પણ સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરીને પોતાના પરિવાર અને સંગઠનનાં લોકો સાથે રાજપીપળા ખાતે આવેલા પોતાના ઘરના ધાબા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો વાળી પતંગ ચગાવી અને આયોધ્યામાં યોજાનારા રામ ભગવાનના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને પણ શુભેચ્છાઓ આપી અને જયાઘોષ કર્યો હતો.

Latest Stories