Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી

આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી હતી

X

આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી હતી

ભરૂચના શહેરીજનોને સીટી બસ સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે.રક્ષાબંધન પર્વે ભરૂચ નગરપાલિકા દ્રારા ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપી છે.આજરોજ રક્ષાબંધનની ભેટ આપવા માટે પાલિકા અને સિટી બસના સંચાલકોએ રક્ષાબંધનના તહેવારે બહેનો માટે એક દિવસ માટે બસમાં મફત મુસાફરી કરાવી હતી.શહેરના રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતાં લોકોને અવર-જ્વરમાં ખુબ અનુકૂળતા પડી રહી છે.રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા સિટી બસમાં મહિલાઓની મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો.રક્ષાબંધનના તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં બહેનો ભાઈને રાખડી બાંધવા ભાઈના ઘરે જતી હોય છે.બહેનોનો ભાઈના ઘર સુધીનો મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ આ અભિગમ અપનાવ્યો હતો જેને લઈ બસમાં મુસાફરી કરનાર મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશો અને બસ સંચાલકોનો આભાર માન્યો હતો.

Next Story