Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સુપર માર્કેટ-રેલ્વે સ્ટેશન મુખ્ય માર્ગ પર લારી-ગલ્લાના દબાણો પાલિકાએ દૂર કર્યા, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ

પાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના સુપર માર્કેટથી રેલ્વે સ્ટેશન પરના મુખ્ય માર્ગો પર દબાણ કરતાં લારી-ગલ્લાને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

X

ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના સુપર માર્કેટથી રેલ્વે સ્ટેશન પરના મુખ્ય માર્ગો પર દબાણ કરતાં લારી-ગલ્લાને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ શહેર નાનો અને ગીચ વિસ્તાર ધરાવે છે. ઉપરાંત જાહેરમાર્ગો ઘણી ખરી રીતે સાંકડા અને ગીચ છે, જેમાં લારી-ગલ્લાના દબાણથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી રહે છે. ભરૂચમાં રેલ્વે સ્ટેશન જવાના મુખ્ય માર્ગો પર લારી-ગલ્લાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતાં હોય છે, ત્યારે સુપર માર્કેટથી રેલ્વે સ્ટેશન જવાના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણ કરતાં અને ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતાં લારી-ગલ્લાવાળા પર ભરૂચ નગરપાલિકાના દબાણ શાખાએ તવાઈ બોલાવી હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાએ જાહેરમાર્ગ પરથી દબાણ દૂર કર્યા હતા. રેલ્વે સ્ટેશન રોડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે માર્ગ પર દબાણ કરી વેચાણ કરતાં લારી-ગલ્લાવાળા સ્થળ પર હાજર ન હોય કે, અન્ય કોઈપણ દુકાનો દ્વારા પણ જાહેરમાર્ગ પર દબાણ કરાતું હોય તો તેને નોટિસ પાઠવવામાં આવી હતી. ભરૂચની દબાણ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.

Next Story