/connect-gujarat/media/post_banners/9313458fe3de02d320c609e5aabca74eff1394c32271373a12628bee726e03ec.jpg)
ભરૂચ નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા મળી હતી.સામાન્ય સભામાં પાલિકાના વહીવટને લગતા કુલ 33 કામોને મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકા ખાતે આજરોજ મળેલ સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ પાલિકા દ્વારા વેરા વધારવાની બાબત, સહિત રોડ રસ્તા, ગંદકી જેવા મુદ્દાઓને લઈ આક્રમક અંદાજમાં વિરોધ કરાયો હતો. સામાન્ય સભામાં શરૂઆતથી જ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક સર્જાઈ હતી.
સામાન્ય સભા બાબતે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શહેરના રોડ-રસ્તા સહિતની કામગીરી કરવામાં આવી રહી નથી જો 7 દિવસમાં ખરાબ રોડ પર કાર્પેટિંગ,રોડ પર પડેલા ખાડા પુરવાની કામગીરી નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.