ભરૂચ: ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક ખાતે યોજાયો નમો કિસાન પંચાયત કાર્યક્રમ,ખેડૂતો પાસે લેવાયા સૂચનો

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક ખાતે નમો કિસાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક ખાતે યોજાયો નમો કિસાન પંચાયત કાર્યક્રમ,ખેડૂતો પાસે લેવાયા સૂચનો

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક ખાતે નમો કિસાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ખેડૂતોને આકર્ષાવાને માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધીમે ધીમે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે રાષ્ટ્રીય કિસાન મોરચાના કારોબારી સભ્ય લાલજી ચૌધરીની અધ્યક્ષતામાં વાગરા અને ભરૂચ વિધાનસભા મત વિસ્તારનો નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્ર સરકારની કિસાનો માટેની વિવિધ યોજનાઓ, કૃષિક્ષેત્રે સરકારની ધરતીપુત્રોના હિતલક્ષી નીતિઓ બાબતે પરામર્શ કરી ખેડૂતો પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,આગેવાન ભરતસિંહ પરમાર,પ્રદેશ કિસાન મોરચાના ઉપ પ્રમુખ મહેન્દ્ર પટેલ તેમજ કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories