Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભારતવિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના નવા પ્રમુખ તરીકે નરેશ ઠક્કરની વરણી

રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે.

X

રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે.

ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાની આજરોજ વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં મંત્રી ડો.સેતુ લોટવાલાએ શાખાની ગતવર્ષમાં થયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો. તો વિદાય લેતા પ્રમુખ સુનિલ ભટ્ટે શાખા અંગેની માહિતી આપી હતી અને વર્ષ દરમ્યાન થયેલ કામગીરીમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો

ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખના નવા પ્રમુખ તરીકે નરેશ ઠક્કર, ઉપપ્રમુખ તરીકે ભાવિનભાઈ કાનાણી, ભાસ્કર આચાર્ય,અનિલ ચૌમાલ,મેહુલ રહેવર, સેક્રેટરી તરીકે કનુભાઈ ભરવાડ,જોઈન્ટ સેક્રેટરી તરીકે મધુસિંગ,કમલેશ ગોસ્વામી અને ટ્રેઝરર તરીકે દિપક દવેની વરણી કરવામાં આવી હતી

નવા વરાયેલ પ્રમુખ નરેશ ઠક્કરે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદના સૂત્ર સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણને સાર્થક કરીને જરૂરિયાતમંદોની સેવા કરવાની જ છે.

નવ નિયુક્ત સેક્રેટરી કનુભાઈ ભરવાડે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપનાર સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ. આ સંસ્થા થકી અમારી ટીમ છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડવા પ્રયત્નો કરીશું.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રિજનલ સેક્રેટરી ભરત ચૌહાણ, લક્ષમણ પારિક, એડવાઇરી કિમીટીના એસ.એમ.પારિક, તેમજ યોગેશ પારિક અને આમંત્રીતો અને સભ્યો ઉપસ્થિત રહયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગર દવેએ કર્યું હતું.

Next Story