ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર કારમાં જોખમી સ્ટંટ કરવો યુવાનોને ભારે પડ્યો, પોલીસે કરી ધરપકડ

ભરૂચમાં નર્મદા મૈયાબ્રિજ પર કારમાં યુવાનોએ કર્યો જોખમી સ્ટંટ, સોશ્યલ મીડિયામાં વિડીયો થયો હતો વાયરલ, પોલીસે યુવાનોની કરી ધરપકડ

New Update
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર કારમાં જોખમી સ્ટંટ કરવો યુવાનોને ભારે પડ્યો, પોલીસે કરી ધરપકડ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોખમી રીતે સ્ટંટ કરી વિડીયો વાયરલ કરનાર યુવાનોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચથી અંકલેશ્વર તરફ કેટલાક યુવાનો ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હતા.ત્રણથી ચાર જેટલા યુવાનો ફોરવીલર ગાડીની બહાર દરવાજા પર બેસીને વિડીયો શુટીંગ કરી રીલ બનાવી હતી. જેમાં ટાઇટલ માર્યું હતું "યારો કા કાફલા "એક કારમાં ચાર ઈસમ જ્યાં કારની બહાર બેસ્યા હતા ત્યાં બીજી કારમાં રહેલા ઇસમે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મુકતા વાયરલ થયો હતો.

પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય અને મોબાઈલ મેનિયા યુવાનમાં એટલી હદે વટવા હતી કે પોતાના જીવને જોખમ પણ ઊભું કર્યું હતું.આ રીલ બનાવનાર નબીરાઓ અંકલેશ્વરના હોવાનું સામે આવતા પોલીસે વીડિયો બનાવી વાયરલ કરનાર સૌરવ સુનિલ સિંગ, ઓમ પ્રકાશ શર્મા, અભિષેક સહાની, અરમાન રુસ્તમ અન્સારીને કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories