/connect-gujarat/media/post_banners/807a1e61bf425cc0c8e58a96594216f58017d665b4a6c61a9187db6abbfba7c4.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર સહિતના અન્ય ગામના ખેડૂતોને પોતાની જમીનનું વળતર નહીં મળતા કોર્ટના આદેશાનુસાર જમીન સંપાદિત નર્મદા યોજનાની કચેરીમાંથી સામાનની જપ્તી કરી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર સહિતના અનેક ગામડાઓમાંથી સરદાર સરોવર નર્મદા નિગમની મુખ્ય તથા માઇનોર કેનાલ પસાર થાય છે. જોકે, નહેર માટે સંપાદિત કરેલી જમીનનું 18 વર્ષ બાદ પણ ખેડૂતોને વળતર મળ્યું નથી, ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર બાબતે કરેલાં કેસના સંદર્ભમાં કોર્ટે જપ્તી વોરંટ કાઢ્યો હતો. વર્ષ 2004થી 25 જેટલા ખેડૂતો વળતર માટે ધરમ ધક્કા ખાઇ રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, વર્ષ 2012 અને 2017માં કોર્ટનો આદેશ હોવા છતાં તેઓને રૂપિયા 8 કરોડથી વધુની રકમ આજદિન સુધી ચૂકવવામાં નથી આવી, ત્યારે કોર્ટના આદેશ અનુસાર, ભરૂચ ખાસ જમીન સંપાદિત નર્મદા યોજના એકમ-1ની કચેરીમાં ખેડૂતોએ સામાનની જપ્તી કરવામાં આવી હતી. ખેડૂતોએ જમીન સંપાદિત નર્મદા યોજના એકમ-1ની કચેરીમાંથી ટેબલ અને ખુરશી સહિતનો સામાન જપ્ત કર્યો હતો. આ સાથે જ સરકાર વહેલી તકે નાણાં ચૂકવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.