ભરૂચ: નર્મદા જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી,11 મણ દૂધનો અભિષેક કરાયો

મહાસુદ સાતમના રોજ પાવન સલીલા માં નર્મદાની ઉત્પત્તિ થઈ હતી.દેવાધિદેવ મહાદેવની જટામાંથી નર્મદા માતાની ઉત્પત્તિ થઈ હતી

New Update
ભરૂચ: નર્મદા જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી,11 મણ દૂધનો અભિષેક કરાયો

પાવન સલીલા માં નર્મદાનો આજે ઉત્પત્તિ દિવસ છે ત્યારે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા નર્મદા માતાજીનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisment

મહાસુદ સાતમના રોજ પાવન સલીલા માં નર્મદાની ઉત્પત્તિ થઈ હતી.દેવાધિદેવ મહાદેવની જટામાંથી નર્મદા માતાની ઉત્પત્તિ થઈ હતી ત્યારે નર્મદા માતાજીનાં ખોળે વસેલ ભરૂચમાં નર્મદા જયંતિની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા માતાજીનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજી પર 11 મણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તો સાથે નવચંડી હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment
Latest Stories