નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે આદિવાસી સમાજે શિક્ષકના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથરસા ગામના રહેવાસી અને પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવાએ પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાય છે, ત્યારે આ મામલે માથરસા સહિત આસપાસના ગામ તેમજ ભરૂચના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મુકવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી, ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જુઠા વાયદા કરે છે, પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં આવતા નથી, ત્યારે શિક્ષક ભારજી વસાવાને સાચી રજૂઆત બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે, જે નિંદનીય બાબત છે. જેને આદિવાસી સમાજ વખોડી નાખે છે. આ સાથે જ શિક્ષક ભારજી વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હિત પણ જળવાય રહે, અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શન મળી રહેની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ : મનસુખ વસાવા પર પાણી મુદ્દે ટિપ્પણીનો વિડિયો વાયરલ કરતાં નર્મદા-પાનખલાના શિક્ષક સસ્પેન્ડ, આદિવાસી સમાજનું તંત્રને આવેદન
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે આદિવાસી સમાજે શિક્ષકના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથરસા ગામના રહેવાસી અને પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવાએ પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાય છે, ત્યારે આ મામલે માથરસા સહિત આસપાસના ગામ તેમજ ભરૂચના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મુકવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી, ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જુઠા વાયદા કરે છે, પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં આવતા નથી, ત્યારે શિક્ષક ભારજી વસાવાને સાચી રજૂઆત બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે, જે નિંદનીય બાબત છે. જેને આદિવાસી સમાજ વખોડી નાખે છે. આ સાથે જ શિક્ષક ભારજી વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હિત પણ જળવાય રહે, અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શન મળી રહેની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ
ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સમાચાર
અંકલેશ્વર: પાનોલી GIDCની નંદીની એગ્રો શેડ કંપનીમાં ચાલતું જુગારધામ ઝડપાયું, રૂ.28 લાખના મુદામાલ સાથે 9 જુગારી ઝડપાયા
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી રોકડા 5.18 લાખ અને 10 મોબાઈલ ફોન તેમજ ત્રણ ફોર વહીલર અને ત્રણ બાઈક મળી કુલ 28.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા શ્રાવણી સમૂહ મહાપૂજાનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે શ્રાવણી સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ભરૂચ | ગુજરાત | ધર્મ દર્શન
ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી
રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો ગુજરાત | સમાચાર |
ભરૂચ: ભાજપના યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા
ભાજપ યુવા મોરચા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા ભરૂચ | ગુજરાત |
ભરૂચ: હાંસોટના ઇલાવ ગામના ભીડભંજન મહાદેવ મંદિરે 12 કલાકના ભજનનું આયોજન, કલાકારોએ બોલાવી રમઝટ
ઇલાવ ગામે આવેલ પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે 12 કલાકના ભજનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી ભરૂચ | ધર્મ દર્શન |
શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો
ઉપવાસ દરમિયાન ઘરે બનાવો સાબુદાણા મિક્સ બટાકાના ભજીયા, જાણો સરળ રેસીપી
Blog By : બીજી મા સિનેમા : ઋષિ દવે- ઉદેપુર ફાઈલ્સ : હિંદુ- મુસ્લિમ એકતાની મશાલને બુઝાવનારા સામે લાલબત્તી
અમરેલી : અમેરિકન ચીજવસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે વિરોધ, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત
વલસાડ : ધરમપુરની આશ્રમ શાળાનો વકર્યો વિવાદ,સંચાલક પૈસાની માંગણી કરતા હોવાનો શિક્ષકોનો આક્ષેપ