ભરૂચ: ધાર્મિક ઉત્સવો દરમ્યાન નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર, ધાર્મિક ઉત્સવો દરમ્યાન નર્મદા નદીમાં પ્રદૂષણ અટકાવવાની માંગ.

New Update
ભરૂચ: ધાર્મિક ઉત્સવો દરમ્યાન નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધાર્મિક ઉત્સવો દરમ્યાન નર્મદા નદીમાં થતું પ્રદૂષણ અટકાવવાની માંગ કરવામાં આવી છે.

ભરૂચના સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ જેમાં જણાવ્યા અનુસાર દશામાં મહોત્સવ અને ગણેશ ઉત્સવ દરમ્યાન સ્થાપિત પ્લાસ્ટ ઓફ પેરિસની પ્રતિમાનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન કરવામાં આવે છે જેના કારણે નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં જળ પ્રદૂષણ થાય છે અને કુદરતતી જળ સ્ત્રોતમાં ઝેરી રંગ રસાયણ ભળે છે.

આ ઉપરાંત પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ વિસર્જન બાદ બહાર આવી જાય છે જેના કારણે ધાર્મિક લાગણી પણ દુભાય છે.પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓની બનાવટ અને વેચાણ પર પ્રતિબંધ હોવા છતા આ નિયમની અમલવારી થતી નથી ત્યારે આવનાર ઉત્સવોમાં આ નિયમની અમલવારી થાય અને મુર્તિના વિસર્જન માટે કુત્રીમ કુંડ બનાવવાની માંગ કરવામાં આવી છે.

Latest Stories