Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, 5 હજાર કેસ નિકાલ અર્થે રજૂ કરાયા

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિવિધ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો

X

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિવિધ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો

રાજ્યભરમાં 11મી ડિસે.ના રોજ રાષ્ટ્રીય લોક- અદાલતનું જીલ્લા અને તાલુકા અદાલતોમાં લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દરેક જીલ્લામાં કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સક્રેટરી લીગલ સર્વિસ ઓથોરિટીના જીમી ઝેડ મહેતાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોક અદાલતમાં દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો.

Next Story