ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકાની તમામ ન્યાયાલયો ખાતે શનિવારે નેશનલ લોક અદાલત યોજાઇ હતી.
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જીલ્લા ન્યાયાલય સંકુલની અને તમામ તાલુકા કોર્ટો ખાતે નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું.આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ એકટ, નાણાંની વસુલાત , વાહન અકસ્માતના વળતર, લેબર તકરારનાં કેસો, ઈલેકટ્રીસીટી તથા વોટરબીલ, લગ્નવિષયક, જમીન સંપાદન , નોકરી વિષયક, નિવૃત્તીનાં લાભો, અન્ય સીવીલ કેસો તથા પ્રિ-લીટીગેશન, ઉપરાંત ખાધા ખોરાકીના 9 હજારથી વધુ કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા.ઉપરાંત વાહન ઈ મેમોની 12 હજારથી વધુ નોટિસોના દંડની રકમના ચલણ ભરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં પક્ષકારો તથા વકીલો ઉપસ્થિત રહ્યા હતા.