Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ખેડૂતો પાસેથી રાષ્ટ્રીયકૃત બેન્કોએ 0 ટકાના બદલે 7 ટકા વ્યાજ વસુલ્યું, ખેડૂતોના હિતમાં AAP આવ્યું મેદાને...

ખેડૂતોના ખાતામાં રૂપિયા 3 લાખ સુધીની પાક ધિરાણ 0 ટકા વ્યાજે આપવાનો પરિપત્ર હોવા છતાં ખેડૂતો પાસેથી 7 ટકા લેખે વ્યાજ વસુલવામાં આવ્યું છે

X

ખેડૂતોના ખાતામાં રૂપિયા 3 લાખ સુધીની પાક ધિરાણ લોન, વ્યાજ અને સબસીડીની રકમ પરત જમા કરવા બાબતે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા ખેડૂતો પાસેથી પાક ધીરાણનું વધુ વ્યાજ લેવામાં આવતું હોવાથી ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ખેડૂતોના ખાતામાં રૂપિયા 3 લાખ સુધીની પાક ધિરાણ 0 ટકા વ્યાજે આપવાનો પરિપત્ર હોવા છતાં ખેડૂતો પાસેથી 7 ટકા લેખે વ્યાજ વસુલવામાં આવ્યું છે. જોકે, કેટલીક બેન્કોમાં છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના નાણાં પણ ફાસયેલા છે.

વધુમાં સરકાર દ્વારા પાકના ટેકાના ભાવ પણ ન અપાતાં ખેડૂતોની હાલત દયનીય બની છે, ત્યારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયરાજસિંહ રાજના અધ્યક્ષતામાં પાર્ટીના કાર્યકર ઉપપ્રમુખ તેમજ શહેર પ્રમુખ સહિતના કાર્યકરોએ રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા લેવામાં આવેલા 7 ટકા વ્યાજની રકમ ખેડૂતોને પરત કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

Next Story