/connect-gujarat/media/post_banners/9b40ae8ebabbbdbde60142c0b5a458dcccc760387ecad87b4d0a4b8e54f0c085.jpg)
ભરૂચના વેજલપુર વિસ્તારના વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડે 17 વર્ષથીમાં અંબાના પર્વ નવરાત્રીની ઉત્સાહ પૂર્વક શેરી ગરબાની ઉજવણી કરાઈ છે.જેમાં કિન્નર સમાજના માસી પોતાના કંઠે ગરબા ગાઈ લોકોને ગરબે જુમાવી રહ્યા છે.આ પર્વ નિમિત્તે શેરી,મહોલ્લા, સોસાયટી તેમજ પાર્ટી પ્લોટમાં DJ અથવા ગરબા વૃંદના તાલે ખેલૈયાઓ માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે.પરંતુ ભરૂચના વેજલપુરના વાણીયાવાડ વિસ્તારમાં આવેલા કિન્નર સમાજના અખાડે છેલ્લા 17 વર્ષથી માતાજીનું સ્થાપન કરી શેરી ગરબા મહોત્સવનું આયોજન કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે.જોકે અહીંયા ગરબા Dj અથવા ગાયક વૃંદ દ્વારા નહિ પરંતુ સ્વયંમ કિન્નર સમાજના કોકિલાકુંવર નાયક પોતાના સ્વરે ગરબા ગાઈ લોકોને ગરબે જુમાવી રહ્યા છે. જેમાં વેજલપુર તથા આસપાસના લોકો મોટી સંખ્યામાં જોડાઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે.