/connect-gujarat/media/post_banners/08b7c86e0166f9b3689f102467adbfd487503ef092aab221ee043b3d615fca34.jpg)
નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય-ભરૂચ દ્ધારા નવસારી યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. ટી.આર.અહલાવતના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સંમેલનની ભૃગુતાલ-2023ની ઉજવણી કરવામાં આવ્યું હતું.
નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય-ભરૂચ દ્ધારા નવસારી યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. ટી.આર.અહલાવતના અધ્યક્ષ સ્થાને ભૃગુતાલ-2023 વાર્ષિક સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં એકેડમિક કાઉન્સિલના સભ્ય ડો. જે.જી.પટેલ, નવસારી કૃષિ યુનિવર્સિટીની અન્ય કોલેજોના આચાર્ય પણ અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના જીમખાના ચેરમેન ડો. એસ.આર.પટેલ દ્વારા સર્વે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનો દ્વારા કોલેજના ઇ-મેગેજીન અને અન્ય સાહિત્યોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ડો. મકવાણા દ્વારા વિદ્યાર્થીઓએ કરેલ રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રવૃતિઓ તેમજ તેમણે મળેલ સિધ્ધિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય ડો. ડી.ડી.પટેલ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીઓએ મેળવેલ સિધ્ધિઓને આવરી લઈ પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. અતિથિ વિશેષ ડો. જે.જી.પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના એકેડમિક ક્ષેત્રમાં ખૂબ રસ દાખવે અને કૃષિક્ષેત્રને પ્રાયોગીક ધોરણે ખેડૂતોના હિતમાં કાર્ય કરવાની ઈચ્છા ધરાવે તેવી દિશામાં કામ કરવાનું સૂચવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ દ્વારા પોતાનું ઘડતર કરે અને સાથે સંશોધનમાં રસ કેળવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું.