New Update
/connect-gujarat/media/post_banners/ccac8e1fa04d7a946e68766dff491535333fd42a220939bc1ca639ad8a0d5172.jpg)
ભરૂચના કોલેજ રોડ પર આવેલ ટુ વ્હીલરના શોરૂમમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી બાદમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
ભરૂચના કોલેજ રોડ પર આવેલાં અને હોન્ડાના વાહનોનું વેચાણ કરતાં નવસર્જન શોરૂમમાં ગુરૂવારે રાત્રિના આગ ફાટી નીકળી હતી. શોરૂમના બેઝમેન્ટમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટના બાદ ભરૂચ નગરપાલિકાના ચાર તથા જીએનએફસી કંપનીમાંથી એક મળી કુલ પાંચ ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચ્યાં હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી