Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેહરુ યુવા કેન્દ્ર અને GEC દ્વારા જિલ્લા સ્તરીય પડોશ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો...

નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ તથા સરકારી એન્જિનિયરિંગ કોલેજ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે જીલ્લા સ્તરીય પડોશ યુવા સંસદ કાર્યક્રમ ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ યોજાયો હતો.

ભરૂચ : નેહરુ યુવા કેન્દ્ર અને GEC દ્વારા જિલ્લા સ્તરીય પડોશ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો...
X

ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ તથા સરકારી એન્જિનિયરિંગ કોલેજ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે જીલ્લા સ્તરીય પડોશ યુવા સંસદ કાર્યક્રમ ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ યોજાયો હતો.

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે આયોજિત નેહરુ યુવા કેન્દ્ર અને GEC દ્વારા જિલ્લા સ્તરીય પડોશ યુવા સંસદ કાર્યક્રમમાં ભારતીય સંસદ પ્રણાલીથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા. આ સાથે જ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ G-20માં ભારતની અધ્યક્ષતા અંગે માહિતી પ્રદાન કરીને વિવિધ પ્રકલ્પોની વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં 500થી વધુ યુવા પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમને અંતે અમર વાઘેલાએ આભાર વિધિ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિવ્યજીતસિંહ ઝાલાએ નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ ના ઉપ નિદેશક સુબ્રતા ઘોષના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, સરકારી કોલેજ ઝઘડીયાના આચાર્ય ડૉ. જયેશ પુજારા, દહેજ કોલેજના આચાર્ય ડો. લીના દવે, એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય ડૉ. પ્રદીપ લોઢા તથા અમર વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story