Connect Gujarat
ભરૂચ

ભરૂચ : SVMIT કોલેજ ખાતે “ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023” યોજાય, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ શહેરની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે “ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે “ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલીસી SSIP 2.0 હેઠળ ગુજરાત નોલેજ સોસાયટી શિક્ષણ વિભાગ-ગુજરાત સરકાર દ્વારા આયોજિત “ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-2023”ના રિજનલ રાઉન્ડનું આયોજન ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાની કુલ 51 ટીમોમાં 256 વિદ્યાર્થીઓ પૈકી 32 ટીમો વિવિધ કોલેજની જેમ કે SVMIT, કે.જે.પોલિટેકનિક અને GEC ભરૂચ તથા 19 ટીમો વિવિધ શાળાઓ જેમ કે, SVM, એમિટી સ્કૂલ અને ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોને વાસ્તવિક દુનિયાના 230 પડકારોનું હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી સોલ્યુશન આપવાની, રૂ. 42 લાખના ઇનામો જીતવાની અને ટોચની ટીમના મોડલ તથા ઇનોવેશન માટે SSIP હેઠળ ગ્રાન્ટ મેળવવાની તકો મળશે. આ સ્પર્ધાનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ, પ્રિન્સિપલ ડો. સંકેત ભાવસાર, SSIP કોર્ડીનેટર ડો. દીપક દેઓરે તથા સ્પર્ધાના કોર્ડીનેટર પ્રોફેસર વૈશાલી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્પર્ધાનું મૂલ્યાંકન વિવિધ શૈક્ષણિક સંસ્થાના 16 તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Story