ભરૂચ: બ્રહ્મ સમાજ દ્વારા નયે સિતારે કી શામ કાર્યક્રમ યોજાયો

પંડિત ઓમકારનાથ હોલ ખાતે નયે સિતારે કી શામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: બ્રહ્મ સમાજ દ્વારા નયે સિતારે કી શામ કાર્યક્રમ યોજાયો

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ દ્વારા બ્રહ્મસમજના ઉભરતા કલાકાર પોતાની ક્ષમતા પ્રદર્શિત કરી શકે તેવા કલાકારોને પ્રોત્સાહિત કરી શકાય માટે પંડિત ઓમકારનાથ હોલ ખાતે નયે સિતારે કી શામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રવિવારના રોજ પંડિત ઓમકારનાથ હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ શહેર એકમ દ્વારા નયે સિતારો કી શામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સમાજલક્ષી સેવાકાર્યો કરતા બ્રહ્મબંધુઓનું સન્માન કરવામાં આવ્યું હતું.પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ નયે સિતારો કી શામ નામના કાર્યક્રમમાં 29 જેટલા સમાજના ઉભરતા ગાયક કલાકારોએ ભાગ લીધો હતો,કાર્યક્રમ દરમ્યાન સમાજમાં રહીને પોતાના સેવાકાર્યો થકી સુવાસ ફેલાવનાર બ્રહ્મબંધુઓ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, તથા તેમના ધર્મપત્ની,લલ્લુભાઇ ચકલામાં ચાલતા મફત દવાખાનામાં સેવા આપતા ડો.અલકેશ ત્રિવેદી, મીડિયાક્ષેત્રે કાર્ય કરનાર હરેશ પુરોહિત,પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિન ભટ્ટ ,સામાજિક કાર્યકર કૌશિક જોશી,પરેશ ભટ્ટ, માર્કંડ પંડ્યાનું ઉપસ્થિત બ્રહ્મસમાજના આગેવાનો શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભટ્ટ, મહેશ જોશી,રજનીકાંત રાવલ, શૈલેશ દવે,પ્રદીપ રાવલ,દિપક ઉપાધ્યાયના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.