Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જેસીઆઈ અંકલેશ્વર અને ડિસ્ટ્રીક એડમિનિસ્ટ્રેશન દ્વારા નાઈટ વોકેથોનનું આયોજન કરાયું

ભરુચ જીલ્લામાં જેસીઆઈ અંકલેશ્વર તથા ડિસ્ટ્રીક એડમિનિસ્ટ્રેશન દ્વારા નાઈટ વોકેથોન નું આયોજન કરવાં આવ્યું હતું.

X

ભરુચ જીલ્લામાં જેસીઆઈ અંકલેશ્વર તથા ડિસ્ટ્રીક એડમિનિસ્ટ્રેશન દ્વારા નાઈટ વોકેથોન નું આયોજન કરવાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, હેલ્થ અને એન્વાયરમેન્ટની અવેરનેસ હતો.

ભરૂચમાં પહેલીવાર જેસીઆઈ અંકલેશ્વર તથા ડિસટીક એડમિનિસ્ટ્રેશન ભરૂચ દ્વારા નાઈટ વોકેથોનનું આયોજન કરાયું. જેમાં વોકેથોનનો મુખ્ય ઉદ્દેશ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, હેલ્થ અને એન્વાયરમેન્ટની અવેરનેસ હતો. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા બાળકોમાં પણ અત્યારથી આપણા પર્યાવરણ માટે પ્રેમ જાગ્રત થાય તેવા ઉદ્દેશ્યથી કલરિંગ ડ્રોઈંગ કોમ્પીટીશન નું આયોજન કરાયું છે જેમાં ટોપીક હેલ્થ ઇઝ વેલ્થ અને ક્લાઈમેટ એક્શન હતો. જેમાં ૮૫૦ થી વધારે અંકલેશ્વર તથા ભરૂચવાસીઓએ ભાગ લીધો હતો સાથે સાથે પહેલી વખત ફૂડ કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 થી વધારે અલગ અલગ વેરાઈટીના સ્ટોલ હતા. બાળકોમાં છુપાયેલી પ્રતિભાને ખીલવવા ડાન્સ કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં હતું. આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર, નાયબ મામલતદાર , ઝઘડીયા મામલતદાર ઇન્ચાર્જ, અંકલેશ્વર જીઆઇડીસીના પીઆઈ રઘુ કરમટિયા, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, ઇવેન્ટ સ્પોન્સર RSPL કંપનીમાંથી અશોક મોદી સહિત અનેક અધિકારીઓએ હાજરી આપી હતી.

Next Story