ભરૂચના અતિપૌરાણીક નિલકંઠ મહાદેવની પરંપરાગત પાલખી શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
ભરુચના અતિ પૌરાણિક નિલકંઠ મહાદેવની પાલખી શોભાયાત્રા શ્રાવણ વદ ચૌદસના રોજ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરથી નીકળી હતી.જેમાં ફરસરામી દરજી સમાજના ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત પરિવારજનો બમ બમ ભોલેના નાદ સાથે જોડાયા હતા.પાલખી શોભાયાત્રા રિલાયન્સ મોલ પાસેથી, કલામંદિર જવેલર્સ થઇને નિલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ મંદિરે જઇ ત્યાં ભજન, ધૂન આરતી કરીને ફરી શ્રી નિલકંઠ મહાદેવજીના સાનિધ્યમાં મંદિરના પ્રાંગણમાં પહોંચી હતી. જ્યાં એકલિંગજી મહાદેવના પંકજ પંડ્યાના હસ્તે "સંધ્યા આરતી" સાથે પાલખી શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યુ હતું