Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જિલ્લામાં ST બસની અનિયમિતતા સહિત વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને NSUIએ કરી રજૂઆત

એસ.ટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે કલાકો લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે.

X

ભરૂચ એસ.ટી બસની અનિયમિતતા તેમજ પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓને પડતી તકલીફને ધ્યાનમાં રાખી NSUI દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરાઇ હતી. ભરૂચ જિલ્લામાં શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. ભરૂચની તમામ કોલેજોમાં હાલમાં પરીક્ષા ચાલી રહી છે ત્યારે એસ.ટી બસો સમયસર ન આવવાને કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. તેમજ એસ.ટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે કલાકો લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે. ત્યારે આ મુદ્દે ભરૂચ જિલ્લા NSUI દ્વારા ડેપો મેનેજરને એસટી બસો શાળા-કોલેજોના સમય અનુસાર ચલવવા તેમજ બસના પાસ કરવા માટે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દૂર કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

Next Story