ભરૂચ : કલેક્ટર કચેરી નજીક રેલ્વે ગરનાળામાં પાણીની થપાટ લાગતાં 20થી વધુ કારની નંબર પ્લેટ તૂટી...

કલેક્ટર કચેરી નજીક રેલ્વે ગરનાળામાં ભરાયું પાણી, પાણીની થપાટ લાગતાં અનેક કારની નંબર પ્લેટ તૂટી

New Update
ભરૂચ : કલેક્ટર કચેરી નજીક રેલ્વે ગરનાળામાં પાણીની થપાટ લાગતાં 20થી વધુ કારની નંબર પ્લેટ તૂટી...

ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ રેલ્વે ગરનાળામાં 3 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાતા કેટલીક ફોર વ્હીલરોની નંબર પ્લેટો છૂટી પડી ગઈ હતી, ત્યારે નજીકમાં રહેતા નાના બાળકોએ આ નંબર પ્લેટોને રોડની બાજુમાં લાઇનબદ્ધ મુકતા લોકોમાં ભારે આકર્ષણ જામ્યું હતું.

ભરૂચ શહેર તથા જીલ્લામાં અવિરત મેઘમહેર થતાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરવો થયો છે. તેવામાં ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ રેલ્વે ગરનાળામાં પણ 3 ફૂટથી વધુ પાણી ફરી વળ્યું હતું. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તેવામાં કેટલીક કાર કે, જેની નંબર પ્લેટ ભરાયેલા પાણીની થપાટ લાગતાં તૂટી પડી હતી. જોકે, પાણી ઓસરતા આ તૂટેલી નંબર પ્લેટોને નજીકમાં રહેતા નાના બાળકોએ એકઠી કરી હતી. બાળકોએ 20થી વધુ તૂટેલી નંબર પ્લેટને રસ્તામાંથી ઉચકી સાઇડ પર લાઈનબદ્ધ ગોઠવી હતી, ત્યારે આ તૂટેલી નંબર પ્લેટ માર્ગ પરથી પસાર થતાં રાહદારી સહિતના વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.