Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નારદેસ અક્ષયપાત્રના સહયોગથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને પૌષ્ટિક ભોજન-કરિયાણા કીટનું વિતરણ કરાયું...

ભરૂચની કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ-સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને પૌષ્ટિક ભોજન તથા ફળો અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

X

નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી-નારદેસ દ્વારા અક્ષયપાત્રના સહયોગથી ભરૂચની કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ-સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને પૌષ્ટિક ભોજન તથા ફળો અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચની નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી-નારદેસએ કોઈપણ જાતના નફાના ઉદ્દેશ્ય વગર શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ, જળ-સંરક્ષણ, કૌશલ્ય વિકાસ ક્ષેત્રે તેમજ આપદાના સંજોગોમાં આવશ્યક સહાય કરતી સંસ્થા છે. નારદેસ છેલ્લા 4 દાયકા કરતાં વધારે સમયથી સામાજીક ક્ષેત્રે સક્રિયપણે મદદરૂપ રહેલ છે, અને તેની વિવિધ અને નવીનતમ યોજનાઓનો હજારો વ્યક્તિઓના જીવન ઉપર પ્રભાવ પડ્યો છે, ત્યારે નારદેસ અક્ષયપાત્રના સહયોગથી ભરૂચની કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ એટલે કે, સીવીલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને પૌષ્ટિક ભોજન તથા ફળો અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નારદેસની આ ઉમદા પહેલ, દર્દીઓ અને તેમની સાર-સંભાળ રાખનારાઓના ભોજનનો ખર્ચ ઉપાડી લેવામાં મદદરૂપ બનશે અને દર્દીઓના પોષણ સ્તરમાં વધારો કરશે જેનાથી દર્દીઓને ઝડપથી પુનઃ સ્વસ્થ થવામાં મદદ મળશે. આ માટે એક મહિના સુધી આ પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં રૂ. 50 લાખના ખર્ચે 30 હજાર જેટલી લોકોને આવરી લેવામાં આવશે. આ યોજનામાં ઓ.પી.ડી. દર્દીઓ, અન્ય દાખલ થયેલ દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓ તથા સ્તનપાન કરાવતી માતાઓ અને અપુરતું પોષણ ધરાવતાં બાળકોને સવલત આપવામાં આવશે. આ પ્રસંગે નારદેશ મેનેજર નિતેશ નાયક, કિરણ સી. પટેલ મેડિકલ કોલેજના સંચાલક ગોપીકા મીઠીયા સહિત પ્રોજેક્ટમાં જોડાયેલ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story