/connect-gujarat/media/post_banners/4b3d8e9fff290df12256d9e9abebf7ae8b94340380bf204b46e1b66b9a53c412.jpg)
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો.પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા નગરપાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ,સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા,સંદિપ માંગરોળા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા