/connect-gujarat/media/post_banners/980cfb3b81489287c0fc1d68b6b151b6d7454c2f23917516760cf61aaf5ab012.jpg)
આજે સંત શિરોમણિ જલારામ બાપાની 223મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ કા નામ" આ સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામ બાપાની આજે 223મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચના ગાયત્રી નગર નજીક આવેલ જલારામ મંદિર અને અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ જલારામ મંદિરે ભારે ઉત્સાહ સાથે ભક્તો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટ્યા હતા. જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે મહાઆરતી, હવન, પૂજા, પ્રસાદી સહિતન વિવિધ ધાર્મિક પ્રસંગોનો લ્હાવો લઇ ધર્મપ્રેમી જનતાએ ધન્યતા અનુભવી હતી.