/connect-gujarat/media/post_banners/3bcb1aa6d94e64121c80e6cc610e6976bd12e3d07d37f473de616e39f9370562.jpg)
હરીપ્રસાદ સ્વામી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયત અને હરિપ્રમોદ પરિવાર દ્વારા આજરોજ ઝાડેશ્વર ગામ સ્થિત નર્મદા નદીના કિનારે 500થી વધુ વૃક્ષોના રોપણ સાથે મહા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયત અને હરિપ્રમોદ પરિવાર દ્વારા હરીપ્રસાદ સ્વામી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમાજ રાષ્ટ્ર અને પરિવારના હિતમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 500થી પણ વધુ વૃક્ષોના રોપણ સાથે મહા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રાદેશિક સંત હરિશરણ સ્વામીજી તથા હરિતનય સ્વામીજી અને ભગત મિલિનભાઈ સહિત મોટી સંખ્યામાં ઝાડેશ્વરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાદેશિક સંત હરિશરણ સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન ધારક પ્રગટ સંત અને વૃક્ષ વચ્ચે એક સામાન્યતા છે.
વૃક્ષ જેમ આપણને તાપ-તડકો અને વરસાદ સહન કરીને સમાજને છાયડો અને ફળ આપે છે. તેમ ભગવાન ધારક સંત પણ પોતે અનેક કષ્ટ વેઠી પોતે વિશ ગ્રહણ કરીને આપણને રાહ બતાવે છે. તેથી વૃક્ષ અને સંત દ્વારા સમાજ રાષ્ટ્ર અને પરિવારનું નિર્માણ થાય છે, ત્યારે ઝાડેશ્વર ગામે યોજાયેલ વૃક્ષારોનણ કાર્યક્રમ નિમિત્તે સંતો મહંતોએ હાજર સૌકોઈને શુભેચ્છા પાઠવી હતી.